ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવરત્નસૂરિશિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવરત્નસૂરિશિષ્ય'''</span> [ઈ.૧૪૪૩માં હયાત] : જૈન....")
(No difference)

Revision as of 12:02, 17 August 2022


દેવરત્નસૂરિશિષ્ય [ઈ.૧૪૪૩માં હયાત] : જૈન. આગમગચ્છના દેવરત્નસૂરિના શિષ્ય. ફાગ, રાસ, અઢૈયુ અને આંદોલાનો વિનિયોગ કરતા અને ‘કાવ્યમ્’ નામથી સંસ્કૃત શ્લોકો ગૂંથતા આ કવિના ૬૫ કડીના ‘દેવરત્નસૂરિ-ફાગ’ (ર.ઈ.૧૪૪૩; મુ.)માં દેવરત્નસૂરિની ટૂંકી ચરિત્રરેખા આપવામાં આવી છે અને વસંતવર્ણન સાથે એમણે કરેલા કામવિજ્યનો મહિમા ગાવામાં આવ્યો છે. કૃતિ : જૈએકાસંચય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કી.જો.]