ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દૌલતવિજ્ય ગણિ-દલપત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દૌલતવિજ્ય(ગણિ)/દલપત'''</span> [ ] : તપગચ્છના જૈન સાધ...") |
(No difference)
|
Revision as of 12:13, 17 August 2022
દૌલતવિજ્ય(ગણિ)/દલપત [ ] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાધુસૂરિની પરંપરામાં શાંતિવિજ્યના શિષ્ય. કવિ પોતાને ‘દોલત’ ઉપરાંત ‘દલપત’ને નામે ઉલ્લેખે છે. એમના, રાજસ્થાનીચારણી-મિશ્રભાષાના દુહા, કવિત વગેરે છંદોમાં રચાયેલા ૩ ખંડના ‘ખુમાણ-રાસ’માં ચિતોડના રાજા ખુમાણ અને તેમના વંશજોનો ઇતિહાસ વર્ણવાયો છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કી.જો.]