ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દ્વારકાદાસ-દ્વારકો: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દ્વારકાદાસ/દ્વારકો'''</span> : ‘દ્વારકાદાસ’ની ન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘દ્રૌપદી-ચોપાઈ’ | ||
|next = | |next = દ્વારકાદાસ-૧ | ||
}} | }} |
Latest revision as of 13:38, 17 August 2022
દ્વારકાદાસ/દ્વારકો : ‘દ્વારકાદાસ’ની નામછાપ ધરાવતું ઉપદેશનું ૧ પદ મુદ્રિત મળે છે તે દ્વારકો-૧નું હોવાની શક્યતા જણાતી નથી, પરંતુ દ્વારકાદાસને નામે પદો નોંધાયેલાં મળે છે તે દ્વારકો-૧નાં હોવાની શક્યતા છે. પ્રેમાનંદશિષ્ય દ્વારકાદાસની કૃતિઓ ‘દ્વારકો’ એવી નામછાપ ધરાવે છે અને તેથી એની ભેળસેળ દ્વારકો-૧ની કૃતિઓ સાથે થાય છે. પરંતુ ‘પ્રાચીન કાવ્યત્રૈમાસિક, અં. ૨, ઈ.૧૮૯૧’, ‘પ્રાચીન કાવ્યમાળા : ૯’ તથા ‘બૃહત્ કાવ્યદોહન : ૬’માં છપાયલી ‘વિપ્ર ગુરુ’ના ઉલ્લેખવાળી કૃતિઓ-જેની હસ્તપ્રતો પણ પ્રાપ્ય નથી-યથાર્થપણે અર્વાચીન કર્તૃત્વની ગણાયેલી છે ને તેથી તેમાંથી પ્રાપ્ત થતી માહિતી પણ અનધિકૃત ઠરે છે. સં. ૧૮મી સદીમાં થયેલા દ્વારકો નામના વૈષ્ણવ કવિ નોંધાયેલા છે તે દ્વારકો-૧ જ જણાય છે, પરંતુ ‘પ્રાચીન કાવ્યવિનોદ : ૧’માં છપાયેલું ‘દ્વારકો’ની નામછાપ ધરાવતું યોગમાર્ગી પદ દ્વારકો-૧નું હોવાની સંભાવના જણાતી નથી. કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકામાળા : ૯ (+સં.). ૩. પ્રાકાવિનોદ : ૧; ૪. પ્રાકાત્રૈમાસિક, અં. ૨, ઈ.૧૮૯૧ - ‘રાધાવિલાસ’ (+સં.). સંદર્ભ : ૧. ગુસાકાર્યવહી : ઈ.૧૯૪૨-૪૩ - ‘પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક અને કાવ્યમાળા’, કેશવરામ કા. શાસ્ત્રી; ૨. પુગુસાહિત્યકારો; ૩. પ્રેમાનંદ એક અધ્યયન : ૧, કેશવરામ કા. શાસ્ત્રી, * ઈ.૧૯૫૮, ઈ.૧૯૬૦ (બીજી આ.); ૪. ગૂહાયાદી. [ર.સો.]