ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનદેવ ગણિ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધનદેવ(ગણિ)-૧'''</span> [ઈ.૧૪૪૬માં હયાત] : જૈન સાધુ. એમ...") |
(No difference)
|
Revision as of 07:13, 18 August 2022
ધનદેવ(ગણિ)-૧ [ઈ.૧૪૪૬માં હયાત] : જૈન સાધુ. એમના કાવ્ય, (શાર્દૂલવિક્રીડિત), રાસક, અઢૈયુ અને ફાગ એ ૪ છંદોના એકમો તથા રાસક અને ફાગમાં આંતરયમક પ્રયોજતા ૮૪ કડીના ‘સુરંગાધિ નેમિ-ફાગ’ (ર. ઈ.૧૪૪૬; મુ.)માં નેમિનાથનું સમગ્ર ચરિત્ર આલેખાયું છે. નેમિકુમારનું રૂપવર્ણન, વસંતવર્ણન વગેરેમાં આલંકારિક વર્ણનની પરંપરાગત છટા જોવા મળે છે. કૃતિ : પ્રાફાગુસંગ્રહ (+સં.) સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [વ.દ.]