ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મકીર્તિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મકીર્તિ-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરત...")
(No difference)

Revision as of 07:21, 18 August 2022


ધર્મકીર્તિ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉપાધ્યાય ધર્મનિધાનના શિષ્ય. સાધુ-સમાચારી-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, મહા સુદ ૪), ૧૪ ઢાળ અને ૯૨ કડીના ‘ચતુર્વિંશતિજિન-ચોવીસબોલ(વૃદ્ધ)-સ્તવન’ (ર.ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, ભાદરવા સુદ ૧૫, શુક્રવાર), ૭૧ કડીના ‘નેમિ-રાસ’ (ર.ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, ફાગણ સુદ ૫, રવિવાર), ઈ.૧૬૨૫ સુધીનાં જિનસાગરસૂરિનાં દીક્ષા-વિહારાદિની માહિતી આપતા ૧૦૨ કડીના ‘જિનસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં. ૧૬૧૮, પોપ વદ ૫; મુ.), ‘મૃગાંક-પદમાવતી-ચોપાઈ’, ‘સત્તરિસય-બાલાવબોધ’ તથા અન્ય અનેક સ્તવનોના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. આલિસ્ટાઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]