ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધીરવિજ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધીરવિજ્ય'''</span> : આ નામે ૯ કડીની ‘અક્ષયનિધિતપન...")
(No difference)

Revision as of 12:47, 18 August 2022


ધીરવિજ્ય : આ નામે ૯ કડીની ‘અક્ષયનિધિતપનું ચૈત્યવંદન’ (મુ.), ‘મૌનએકાદશી-કથાનક’ (ર.ઈ.૧૭૧૮), ૧૭ કડીની ‘સચિત્તઅચિત્તવિચાર’ અને યશોવિજ્યના ‘સીમંધર-સ્તવન’ પરનો બાલાવબોધ (લે.ઈ.૧૭૯૦) એ કૃતિઓ મળે છે પણ એ કયા ધીરવિજ્યની છે તે નક્કી થતું નથી. ‘મૌન એકાદશી-કથાનક’ તે કદાચ ધીરવિજ્ય-૨નો ‘મૌન એકાદશી-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૨૮) હોય ને ર.ઈ.માં કંઈ ભૂલ થઈ હોય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]