ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધ્યાનનાથ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધ્યાનનાથ'''</span> [   ] : માર્ગીપંથના કવિ. રાણી રૂપ...")
(No difference)

Revision as of 12:48, 18 August 2022


ધ્યાનનાથ [   ] : માર્ગીપંથના કવિ. રાણી રૂપાંદે, રાણી તારામતી, સતી તોરલ, શેઠાણી સંઘાવતી, માતા કુંતી અને સતી દ્રૌપદીનાં દૃષ્ટાંત દ્વારા એ સતી સ્ત્રીઓએ એમની સાથેના પુરુષોનો ઉદ્ધાર કેવી રીતે કર્યો એનું નિરૂપણ કરી સતીત્વનો ઉપદેશ આપતા ૧૨ કડીના ભજન(મુ.)ના કર્તા. કૃતિ : ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, ઈ.૧૮૯૨. [ર.ર.દ.]