ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુકલ્યાણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નથુકલ્યાણ'''</span> [                ] : જૈન સાધુ. દીપવિજ્યના શિષ્ય. એમના એક પદમાં વડોદરાની હાથીપોળનો ઉલ્લેખ હોવાથી વડોદરાના તપગચ્છીય કવિ દીપવિજ્ય (ઈ.૧૮મી સદી અંત...")
(No difference)

Revision as of 06:05, 27 August 2022


નથુકલ્યાણ [                ] : જૈન સાધુ. દીપવિજ્યના શિષ્ય. એમના એક પદમાં વડોદરાની હાથીપોળનો ઉલ્લેખ હોવાથી વડોદરાના તપગચ્છીય કવિ દીપવિજ્ય (ઈ.૧૮મી સદી અંત ભાગ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોવાની સંભાવના છે. તો આ કવિનો સમય ઈ.ની ૧૯મી સદીનો પૂર્વાર્ધ ગણી શકાય. તેમની પાસેથી ક્વચિત હિંદીની અસરવાળાં, ચારથી ૫ કડીનાં કેટલાંક સ્તવનો(મુ.) મળે છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ. [ર.સો.]