ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયનશેખર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નયનશેખર'''</span> [ઈ.૧૬૮૦માં હયાત] : અંચલગચ્છની પાલીતાણા શાખાના જૈન સાધુ. પુણ્યતિલકસૂરિની પરંપરામાં જ્ઞાનશેખરના શિષ્ય. વૈદકવિષયક તથા સંસ્કૃતગ્રંથોને આધારે રચાયે...")
(No difference)

Revision as of 06:15, 27 August 2022


નયનશેખર [ઈ.૧૬૮૦માં હયાત] : અંચલગચ્છની પાલીતાણા શાખાના જૈન સાધુ. પુણ્યતિલકસૂરિની પરંપરામાં જ્ઞાનશેખરના શિષ્ય. વૈદકવિષયક તથા સંસ્કૃતગ્રંથોને આધારે રચાયેલ ૯૦૦૦ ગ્રંથાગ્રના ‘યોગરત્નાકર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૦/સં.૧૭૩૬, શ્રાવણ સુદ ૩)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. કેટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. લીંહસૂચી, ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧ [કી.જો.]