ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાથજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાથજી''' </span> [ઈ.૧૬૪૮ કે ઈ.૧૭૨૮માં હયાત] : જ્ઞાતિએ નાગર. પિતાનું નામ મલ્લજી કે માલજી. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિને જામનગર પાસેના પડધરીના નાગર કહે છે અન...")
(No difference)

Revision as of 11:47, 27 August 2022


નાથજી [ઈ.૧૬૪૮ કે ઈ.૧૭૨૮માં હયાત] : જ્ઞાતિએ નાગર. પિતાનું નામ મલ્લજી કે માલજી. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિને જામનગર પાસેના પડધરીના નાગર કહે છે અને અનુભવાનંદ અને આમને એક જ ગણે છે. ‘કવિચરિત’ આમને જુદા ગણે છે. ‘વીનતી’ (ર.ઈ.૧૬૪૮/૧૭૨૮)ના કર્તા. જુઓ અનુભવાનંદ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી.[ર.સો.]