ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનજી ઋષિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાનજી(ઋષિ)-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરંપરામાં રતનસીના શિષ્ય. ૪૯ કડીની ‘વર્ધમાન સ્વામી/મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, આસો...")
(No difference)

Revision as of 11:48, 27 August 2022


નાનજી(ઋષિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરંપરામાં રતનસીના શિષ્ય. ૪૯ કડીની ‘વર્ધમાન સ્વામી/મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, આસો સુદ ૨), ૨૪ કડીની ‘પંચવરણી-સ્તવન’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, આસો વદ ૩૦) તથા ૩૧ કડીની ‘નેમિ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૬/સં. ૧૬૭૨, આસો વદ ૩૦) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]