ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નારીનિરાસ-ફાગુ’: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘નારીનિરાસ-ફાગુ’'''</span> : તપગચ્છીય સાધુ રત્નમંડનગણિકૃત ૫૩ કડીનું ફાગુકાવ્ય(મુ.) ‘વસંતવિલાસ’ની રચનારીતિનું અનુકરણ કરતી આ કૃતિ કથયિત્વ પરત્વે ‘વસંતવિલાસ’ની પ્...") |
(No difference)
|
Revision as of 11:59, 27 August 2022
‘નારીનિરાસ-ફાગુ’ : તપગચ્છીય સાધુ રત્નમંડનગણિકૃત ૫૩ કડીનું ફાગુકાવ્ય(મુ.) ‘વસંતવિલાસ’ની રચનારીતિનું અનુકરણ કરતી આ કૃતિ કથયિત્વ પરત્વે ‘વસંતવિલાસ’ની પ્રતિકૃતિ જેવી છે. ‘વસંતવિલાસ’માં શૃંગારરસનું મનોહર નિરૂપણ થયું છે, જ્યારે અહીં નારીનાં લલિત અંગો પ્રત્યેના કામભાવનું નિરસન થાય એ રીતે કવિએ નિરૂપણ કર્યું છે. આ કૃતિમાં ‘વસંત વિલાસ’ની માફક પ્રાચીન ગુજરાતીની પ્રત્યેક કડીની સાથે તેનો સમાનાર્થી સંસ્કૃત શ્લોક છે, પરંતુ અહીં કવિએ એ શ્લોકો બીજે ક્યાંયથી સંકલિત ન કરતાં જાતે બિંબ-પ્રતિબિંબ ભાવે રચ્યા છે. અલબત્ત સંસ્કૃત શ્લોકોની ભાષા સર્વત્ર શુદ્ધ નથી.[ર.ર.દ.]