ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમવિજય-૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નેમવિજય-૪'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં રંગવિજયના શિષ્ય. ૨૮ ઢાળનું ‘(થંભણ, શેરીસા, શંખેશ્વર) પાર્શ્વનાથનું સ્તવન/ગીત...")
(No difference)

Revision as of 12:09, 27 August 2022


નેમવિજય-૪ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં રંગવિજયના શિષ્ય. ૨૮ ઢાળનું ‘(થંભણ, શેરીસા, શંખેશ્વર) પાર્શ્વનાથનું સ્તવન/ગીત’ (ર.ઈ.૧૭૫૫/સં. ૧૮૧૧, ફાગણ સુદ ૧૩, સોમવાર:), ૧૬ ઢાળનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન/કાજલ મેઘાનું સ્તવન/મેઘશાનાં ઢાળીયાં’ (ર.ઈ.૧૭૬૧/સં. ૧૮૧૭, ભાદરવા સુદ ૧૩, સોમવાર; મુ.), દેશીઓ તથા દુહામાં બદ્ધ ૧૧૯ ઢાળનો અને ૯ ખંડોમાં વિભક્ત ‘ધર્મપરીક્ષાનો રાસ/કામઘટ-રાસ’ (ર.ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, વૈશાખ સુદ ૫, ગુરુવાર; મુ.), ૪૫ ઢાળનો ’.શ્રીપાળનો રાસ’ (ર.ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, પોષ વદ ૬, રવિવાર) તથા દાન, શીલ તપ વગેરે વિષયો પરની સઝાયો - એ કૃતિઓ તેમણે રચી છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૩. ધર્મપરીક્ષાનો રાસ, પ્ર. વાડીલાલ વ. શાહ, ઈ.૧૮૭૮; ૪. એજન, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૧૩. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. પાંગુહસ્તલેખો; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૩(૧). [ર.સો.]