ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યવિલાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યવિલાસ'''</span> [ઈ.૧૭૨૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં પુણ્યચંદ્રના શિષ્ય. ૧૦૦૦ ગ્રંથાગ્ર અને ૧૯ કડીના ‘માનતુંગમાનવતી-રાસ’ (ર.ઈ.૧૭૨૪/સં.૧...") |
(No difference)
|
Revision as of 09:17, 31 August 2022
પુણ્યવિલાસ [ઈ.૧૭૨૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં પુણ્યચંદ્રના શિષ્ય. ૧૦૦૦ ગ્રંથાગ્ર અને ૧૯ કડીના ‘માનતુંગમાનવતી-રાસ’ (ર.ઈ.૧૭૨૪/સં.૧૭૮૦, આસો સુદ ૩, રવિવાર) અને ૭ કડીના ‘શ્રીજિનધર્મસૂરિપટ્ટધરજિનચંદ્ર સૂરિ-ગીતમ’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ. ૨; ૨. ગુસારસ્વતો; ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨).[શ્ર.ત્રિ.]