ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યહર્ષ ઉપાધ્યાય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યહર્ષ(ઉપાધ્યાય)'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૬૮૭/સં.૧૭૪૪, કારતક સુદ ૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજ અને કીર્તિરત્નની પરંપરામાં લલિતકીર્તિના શિષ્ય. તેમન...") |
(No difference)
|
Revision as of 09:18, 31 August 2022
પુણ્યહર્ષ(ઉપાધ્યાય) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૬૮૭/સં.૧૭૪૪, કારતક સુદ ૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજ અને કીર્તિરત્નની પરંપરામાં લલિતકીર્તિના શિષ્ય. તેમના શિષ્ય અભયકુશલે તેમના વિશે રચેલા એક ગીત અનુસાર સિંધુદેશના હાજીખાનપુરમાં અનશન દ્વારા અવસાન. ‘જિનપાલિત જિનરક્ષિત-રાસ’ (ર.ઈ.૧૬૫૩/સં.૧૭૦૯, આસો સુદ ૧૦) અને ૧૭ ઢાલની ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૯)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૩(૨).[શ્ર.ત્રિ.]