ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૂંજા બાવા-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પૂંજા (બાવા)-૨'''</span> [                ] : મુસ્લિમ કવિ. કાયમુદ્દીનની પરંપરામાં અભરામબાવાના શિષ્ય. જ્ઞાતિએ ખંભાતના ખારવા-ખલાસી. તેમના અનુયાવર્ગમાં ખલાસી, ગોલા, કણ...")
(No difference)

Revision as of 12:01, 31 August 2022


પૂંજા (બાવા)-૨ [                ] : મુસ્લિમ કવિ. કાયમુદ્દીનની પરંપરામાં અભરામબાવાના શિષ્ય. જ્ઞાતિએ ખંભાતના ખારવા-ખલાસી. તેમના અનુયાવર્ગમાં ખલાસી, ગોલા, કણબી, કછિયા, સોની ઉપરાંત પારસીઓ પણ હતા. વેદાંતકથિત જ્ઞાન અને ભક્તિમાર્ગનાં વિવિધ તત્ત્વોનું નિરૂપણ કરતાં બીલાવલ, પ્રભાત, કેદાર વગેરે વિવિધ રાગના નિર્દેશવાળાં તેમનાં ૩૯ ભજનો(મુ.) મળે છે. કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯. સંદર્ભ : નુરેરોશન, સં. રતનશાહ કોયાજી, ઈ.૧૯૨૪.[ર.ર.દ.]