ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પોઠો-પોડો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પોઠો/પોડો'''</span> [ઈ.૧૭૧૭ સુધીમાં] : જ્ઞાતિએ બારોટ કવિ. તેમની મહાભારતના ‘અશ્વમેધપર્વ’ પરથી રચાયેલી ૮ કડવાંની ‘સુધન્વાખ્યાન’(મુ.) તથા ૮ કડવાંની ‘મોરધ્વજાખ્યાન’ (લે...")
(No difference)

Revision as of 12:05, 31 August 2022


પોઠો/પોડો [ઈ.૧૭૧૭ સુધીમાં] : જ્ઞાતિએ બારોટ કવિ. તેમની મહાભારતના ‘અશ્વમેધપર્વ’ પરથી રચાયેલી ૮ કડવાંની ‘સુધન્વાખ્યાન’(મુ.) તથા ૮ કડવાંની ‘મોરધ્વજાખ્યાન’ (લે.ઈ.૧૭૧૭; મુ.) એ ૨ ભક્તિપ્રધાન આખ્યાનકૃતિઓ મળે છે. તેમણે ‘મોરધ્વજ-આખ્યાન’માં કેટલાક સંસ્કૃત શ્લોક ઉદ્ધૃત કર્યા છે. વળી કાવ્યને અંતે પણ તેમણે સંસ્કૃત શ્લોક ગૂંથ્યો છે. આ ઉપરથી તેઓ સંસ્કૃતજ્ઞ હોવાનું અનુમાન થયું છે. કૃતિ : બૃકાદોહન : ૬, ૮. સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨;  ૨. ગૂહાયાદી.[ચ.શે.]