ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પ્રેમપ્રકાશ-સુડતાળોકાળ’: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘પ્રેમપ્રકાશ/સુડતાળોકાળ’'''</span> [ર.ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, ભાદરવા સુદ ૧૪, બુધવાર] : સમકાલીન સમાજજીવનની ઘટનાને વિષય બનાવી રચાયેલી કૃતિઓ મધ્યકાલીન સાહિત્યમાંથી ગણતર નીકળ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘પ્રેમપરીક્ષા’ | ||
|next = | |next = ‘પ્રેમરસ-ગીતા’ | ||
}} | }} |
Latest revision as of 06:47, 1 September 2022
‘પ્રેમપ્રકાશ/સુડતાળોકાળ’ [ર.ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, ભાદરવા સુદ ૧૪, બુધવાર] : સમકાલીન સમાજજીવનની ઘટનાને વિષય બનાવી રચાયેલી કૃતિઓ મધ્યકાલીન સાહિત્યમાંથી ગણતર નીકળે. એ દૃષ્ટિએ ઈ.સ. ૧૭૯૧માં પડેલા દુષ્કાળને વિષય બનાવી રચાઈ હોવાને લીધે ધ્યાનપાત્ર બનતી પ્રીતમની ૫૯ કડીની આ રચના (મુ.)માં પહેલી ૨ કડી દુહામાં અને બાકીની શિથિલ રીતે પ્રયોજાયેલા મોતીદામ છંદમાં છે. દુષ્કાળમાં વ્યાપેલા અનાચારથી તથા નિર્બળ ને સંતપુરુષને સહેવી પડતી વિપત્તિઓ જોઈ કવિનું વ્યાકુળ ભક્તહૃદય પ્રભુ પાસે ધા નાખે છે એ રીતે થયેલી રચના એને આખરે ભક્તિમૂલક જ બનાવે છે. અમાં થયેલું વિશ્વના વિરાટ સ્વરૂપનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે.[ર.શુ.]