ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બૂટાજી-બૂટિયો-બૂટો-બૂઢિયો ભગત: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''બૂટાજી/બૂટિયો/બૂટો/બૂઢિયો (ભગત)'''</span> [ઈ.૧૭મી સદી] : જ્ઞાનમાર્ગી વેદાંતી કવિ. કવિ બ્રહ્માનંદના શિષ્ય અને અખાજી (ઈ.૧૭મી સદી)ના ગુરુભાઈ હોવાની માન્યતા પણ પ્રચલિત છે....") |
(No difference)
|
Revision as of 06:59, 2 September 2022
બૂટાજી/બૂટિયો/બૂટો/બૂઢિયો (ભગત) [ઈ.૧૭મી સદી] : જ્ઞાનમાર્ગી વેદાંતી કવિ. કવિ બ્રહ્માનંદના શિષ્ય અને અખાજી (ઈ.૧૭મી સદી)ના ગુરુભાઈ હોવાની માન્યતા પણ પ્રચલિત છે. જાતે સાધુ. બૂટાજીનાં ૧૨ પદ(મુ.) મળે છે. આ પદોમાં કવિની અદ્વૈતવેદાંતનિષ્ઠા તથા આધ્યાત્મિક અનુભવે રણકતી, અત્રતત્ર હિંદીની છાંટવાળી, સુબોધક સંસ્કારપૂત વાણી જોવા મળે છે. કવિની શૈલીમાં સ્વાભાવિકતાની સાથે વેગનો પણ અનુભવ થાય છે. કૃતિ : ૧. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. બૃકાદોહન : ૫; ૪. ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. કવિચરિત : ૩; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ; ૫. પ્રાચીન કાવ્યમંજરી, સં. જેઠાલલ ત્રિવેદી, ઈ.૧૯૬૫; ૬. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૬૧-‘બૂટિયાના એક પદની વાચના’, સુરેશ હ. જોશી; ૭. ફૉહનામાવલિ.[ચ.શે.]