ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવસાગર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવસાગર '''</span>: આ નામે ૧૦ કડીની ‘પાંચમા આરાની સઝાય’ (મુ.), ૧૨ કડીની ‘તેર કાઠિયાની સઝાય’(મુ.), ૪ કડીની ‘પંચમી સ્તુતિ’ (લે.સં.૧૯મી સદી અનુ.) અને કર્તા અંચલગચ્છના છે એવા ઉ...")
(No difference)

Revision as of 09:54, 5 September 2022


ભાવસાગર : આ નામે ૧૦ કડીની ‘પાંચમા આરાની સઝાય’ (મુ.), ૧૨ કડીની ‘તેર કાઠિયાની સઝાય’(મુ.), ૪ કડીની ‘પંચમી સ્તુતિ’ (લે.સં.૧૯મી સદી અનુ.) અને કર્તા અંચલગચ્છના છે એવા ઉલ્લેખ સાથે ૧૨૧ કડીનું ‘શાશ્વતજિન-ચૈત્યવંદન’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. નેમવિવાહ તથા નેમિનાથજીનો નવરસો તથા ચોક તથા નેમનાથનો સલોકો, પ્ર. શા. મોહનલાલ રૂગનાથ, ઈ.૧૯૩૫ (ત્રીજી આ.). સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]