ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીખાભાઈ-ભીખો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભીખાભાઈ/ભીખો'''</span> [આશરે ઈ.૧૭૯૪ સુધીમાં] : પ્રેમદાસની પરંપરામાં પ્રભુરામ (ઈ.૧૭૯૪ સુધીમાં)ના શિષ્ય. પ્રેમલક્ષણાભક્તિના કવિ. તેમની કવિતામાં ભાવની કોમળતા અનુભવાય...") |
(No difference)
|
Revision as of 10:02, 5 September 2022
ભીખાભાઈ/ભીખો [આશરે ઈ.૧૭૯૪ સુધીમાં] : પ્રેમદાસની પરંપરામાં પ્રભુરામ (ઈ.૧૭૯૪ સુધીમાં)ના શિષ્ય. પ્રેમલક્ષણાભક્તિના કવિ. તેમની કવિતામાં ભાવની કોમળતા અનુભવાય છે. આ કવિએ હિંદી તથા ગુજરાતીમાં પદો (૬ મુ.)ની રચના કરી છે. મનને શિખામણ આપતાં પદ પણ તેમણે રચ્યાં છે. કૃતિ : ૧. અસંપરંપરા; ૨. પ્રાકાવિનોદ : ૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. પ્રાકકૃતિઓ; ૩. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ; ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [કી.જો.]