અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/આજ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આજ અંધાર ખુશબોભર્યો લાગતો, {{space}}આજ સૌરભભરી રાત સારી; આજ આ શાલની મં...") |
(No difference)
|
Revision as of 17:06, 23 June 2021
આજ અંધાર ખુશબોભર્યો લાગતો,
આજ સૌરભભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી. આજ.
આજ ઓ પારથી ગંધને લાવતી
દિવ્ય કો સિન્ધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીથી
મહેકતી આવતી શી સુગંધી! આજ.
ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફુવારી? આજ.
હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું,
હરિણ શું, તે મળ્યો આજ સૂર?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર? આજ.
(બારી બહાર, પૃ. ૭૩)