અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/વર્ષા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> વર્ષાની ધારના કોણે આકાશથી {{space}}અવનિને ઉર આ તાર સાંધિયા? અંગુલી વી...")
(No difference)

Revision as of 17:15, 23 June 2021

વર્ષાની ધારના કોણે આકાશથી
         અવનિને ઉર આ તાર સાંધિયા?
અંગુલી વીજની કોણે આ ફેરવી,
         શુષ્કતા વિદારતાં ગીત છેડિયાં? વર્ષાની.

ગીતે એ થનથન નાચે છે મોરલા,
         ટહુકારે વન વન વ્યાપી રહ્યાં;
રૂમઝૂમ રૂમઝૂમ ઝરણાઓ નાચતાં,
         પર્વતના બંધ સૌ તૂટી ગયાં. વર્ષાની.

ચારે તે આરે ભેટે સરોવર,
         નદીઓને હાથ ના હૈયાં રહ્યાં;
ગીતે એ વન વન સમૃદ્ધિ સાંપડી,
         શુષ્કતા-ભુજંગપાશ તૂટી ગયા. વર્ષાની.

ગીતે એ આભમાં નાચે છે વાદળી,
         પોઢ્યા અંકુર સૌ ઊભા થયા;
પૃથ્વીના પ્રાણનાં થંભેલાં વ્હેણ સૌ
         તાલે એ ગીતનાં વ્હેતાં થયાં. વર્ષાની.

(બારી બહાર, પૃ. ૧૧૪)