અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુલાલ ગાંધી/મધરાતે સાંભળ્યો મોર: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}મધરાતે સાંભળ્યો મોર આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર. વાદળાંય...") |
(No difference)
|
Revision as of 17:21, 23 June 2021
મધરાતે સાંભળ્યો મોર
આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર.
વાદળાંય નહોતાં ને ચાંદોય નહોતો
ઝાકળનો જામ્યો’તો દોર;
ઝાકળને માનીને વાદળનો વીંજણો
છેતરાયો નટવો નઠોર. — આજ મેં.
આકાશી ઘૂંઘટ ઉઘાડી કોઈ તારલી
જોતી’તી રજનીનું જોર;
વડલાની ડાળે બેઠેલ એણે ઓળખ્યો
રંગોનો રઢિયાળો ચોર. — આજ મેં.
ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી
કાજળની કરમાણી કોર;
રંગ કેરાં ફૂમતડાં ફંગોળી મોરલે
સંકેલી લીધો કલશોર. — આજ મેં.