ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવદાસ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માધવદાસ-૩ '''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. જ્ઞાતિએ વાલ્મીક કાયસ્થ. પિતાનું નામ સુંદરરાસ. અંકલેશ્વરના વતની. પછીથી સૂરતનિવાસી. આ કવિની ‘આદિપર્વ’ (ર.ઈ.૧૬૧૯/...")
(No difference)

Revision as of 15:39, 6 September 2022


માધવદાસ-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. જ્ઞાતિએ વાલ્મીક કાયસ્થ. પિતાનું નામ સુંદરરાસ. અંકલેશ્વરના વતની. પછીથી સૂરતનિવાસી. આ કવિની ‘આદિપર્વ’ (ર.ઈ.૧૬૧૯/સં.૧૬૭૫, આસો સુદ ૧૪, રવિવાર) અને ‘દશમસ્કંધ’(ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, ભાદરવા વદ ૨, સોમવાર)-એ કૃતિઓનાં રચનાવર્ષોને આધારે કવિ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધમાં હયાત હતા એમ કહી શકાય. આ કવિની છૂટક છૂટક પ્રાપ્ત થતી આખ્યાનકૃતિઓ-૨૮ કડવાંનું ‘ઓખાહરણ’(મુ.), ૧૭ કડવાંનું ‘કંસવધ’, ‘નાગદમણ’, ૪૧ કડવાંની ‘ભ્રમર-ગીતા’, પદબંધ ‘રાસ-પંચાધ્યાયી’, ૧૭ કડવાંનું ‘રામ-ચરિત્ર/કૃષ્ણબલરામચરિત્ર’ પણ ‘દશમસ્કંધ’(મુ.) તથા ‘લક્ષ્મણાહરણ’(મુ.)-એમના ‘દશમસ્કંધ’ના જ ભાગરૂપ છે. ૨૪ કડવાંનું ‘રામ-ચરિત્ર/કૃષ્ણબલરામચરિત્ર’ પણ ‘દશમસ્કંધ’નો જ ભાગ હોવાની શક્યતા છે. ‘પ્રાચીન કાવ્યસુધા : ૨’માં મુદ્રિત ૨ પદ આ કવિનાં ગણવામાં આવ્યાં છે, પરંતુ વાસ્તવમાં એ પદો માધવદાસ-૨નાં છે. કૃતિ : બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. કવિચરિત : ૧;  ૨. ‘ગુજરાત શાળાપત્ર’, સપ્ટે. ૧૯૧૧-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ રાવળ;  ૩. ૪. કદહસૂચિ : ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે.[ર.સો.]