ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવરામ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માધવરામ-૨'''</span> [ઈ.૧૮૩૦માં હયાત] : પુષ્ટિમાર્ગીય કવિ. જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંક વ્યાસ. વતન અમદાવાદ. જદુનાથજીના શિષ્ય. આ કવિએ દયારામને ઇશ્વરસંનિધિનો સાચો ઉપાય જાણવ...") |
(No difference)
|
Revision as of 15:46, 6 September 2022
માધવરામ-૨ [ઈ.૧૮૩૦માં હયાત] : પુષ્ટિમાર્ગીય કવિ. જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંક વ્યાસ. વતન અમદાવાદ. જદુનાથજીના શિષ્ય. આ કવિએ દયારામને ઇશ્વરસંનિધિનો સાચો ઉપાય જાણવા એક પદ્યપત્ર (ર.ઈ.૧૮૩૦/સં.૧૮૮૬, માગશર વદ ૭, ગુરુવાર; મુ.) લખેલો એમાં એમનાં શાસ્ત્રજ્ઞાતા અને મર્મજ્ઞતા પ્રગટ થાય છે. કૃતિ : પ્રાકાસુધા : ૩(સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. પુગુસાહિત્યકારો; ૪. ગૂહાયાદી.[ર.સો.]