ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂલ ઋષિ-૧-મૂલા વાચક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મૂલ(ઋષિ)-૧/મૂલા(વાચક)'''</span> [ ઈ.૧૫૬૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં રત્નપ્રભના શિષ્ય. ૧૩૪/૧૩૭ કડીની ‘ગજસુકુમાલ-સંધિ’ (ર.ઈ.૧૫૬૮/સં. ૧૬૨૪, ફાગણ...")
(No difference)

Revision as of 04:18, 7 September 2022


મૂલ(ઋષિ)-૧/મૂલા(વાચક) [ ઈ.૧૫૬૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં રત્નપ્રભના શિષ્ય. ૧૩૪/૧૩૭ કડીની ‘ગજસુકુમાલ-સંધિ’ (ર.ઈ.૧૫૬૮/સં. ૧૬૨૪, ફાગણ સુદ ૧૧), ૮ ઢાળના ‘વૃદ્ધ-ચૈત્યવંદન/કેવળનાણીબૃહત્-ચૈત્યવંદન/શાશ્વતાશાશ્વતાજિન-ચૈત્યવંદન-સ્તવન’(મુ.) તથા ૪ ઢાળની ‘વીસું પંજોસણ હુંડી’ (ર.ઈ.૧૫૬૮ આસપાસ; મુ.)ના કર્તા. કૃતિ : ૧. શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯; ૨. જૈપ્રપુસ્તક : ૧; ૩. રત્નસાર : ૩, પ્ર. શા. લખમસી શિવજી, ઈ.૧૮૭૨. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી.[કી.જો.]