અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/વિજન અરણ્યે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મેં ઘરને દીધ જુ હાર પિંજરે પ્રાણ મુક્તિ નવ માને, મેં ક્ષિતિન ો મૃ...")
(No difference)

Revision as of 07:00, 24 June 2021

મેં ઘરને દીધ જુ હાર પિંજરે પ્રાણ મુક્તિ નવ માને,
મેં ક્ષિતિન ો મૃદલ અવાજ
અરેવિરહિણીનો આર્ત પુકાર
સુણ્યો અનિલે ઉ ચ્છ ્ વ સ તા ગાને.
મુજ હૃદય ગ્રસે પ્રતિક્ષણ ધ્વનિના વંટોળ,
મુજ રક્ત તણી ગતિએ વિદ્યુતનાં નર્તન તાંડવ ઘોર.
રે નીડ કરીને શૂન્ય
પંખી સમ ભ્રમણ માંડિયું અધીર મારા સ્વાન્તે,
જ્યાં વ્યોમ નમી અવનિને દે આલિંગન એ દિક્પ્રાન્તે.
મુજ નયન મહીં જલતી અહરહ ચિરસુંદરની સહ
રહઃમિલન અભિલાષ,
મુજ પદતલ મહીં ઊપડી દુર્દમ રે દુઃસહ ચલન-પિયાસ.
મેં તુહિનાચલની ભભૂત જટાએ લાસ્ય ઇન્દુલેખાનાં
ને અમેઝૂનને પ્રમદ અંગ
સોહાગ રાગ, નય, ભંગ, રમ્ય અપ્સરનાં,
મેં યોગ પ્રશાંત સદા મંગલ રવ મર્મરંત પૅસિફિક
ને વિશ્વ ભક્ષવા રુદ્ર ઘોષણે ધસ્યો મત્ત અતલાન્તિક,
મેં દૂર ચિરઉષા તણા સુવર્ણે રસિત ભવ્ય ધ્રુવદેશ
ને શીતલ તેજ વિકીરન્ત, મૌક્તિકે ગ્રથિત,
રાત્રિના સઘન શ્યામતમ કેશ,
મેં સર્વ લહ્યાં, રે સર્વ કિંતુ એ ભગ્ન શીર્ણ પ્રતિબિંબ.
રે અતી મુજ પ્રેયસી તણાં રૂપ
નયનથી ગોપ્ય છતાં ય નયનમાં એક નિત્ય વિલસંત.
શાં ઇંગિતપ્રણય તણાં નીરખ્યાં મેંકુસુમે વસુંધરાનાં
ને કૃષ્ણ ઘને પલપલ લોચનના કટાક્ષ મહીં ચપલાનાં
ને સંવનને પંખીનાં,
ધસતી શૈલ વીંધી સાગર અભિસારે
ઉન્મન એ કાંગોનાં!
શાં ઇંગિત પ્રણય તણાં ગાયાં
રે બિએટ્રીસનાં બંકિમ નૅણે ચમકંતાં દાન્તેએ
ને માશુકના ગુલગુલાબી ગાલે મલકતાં તે
સાકીમસ્ત હાફિઝે!
મેં સર્વ લહ્યાં ને સર્વ સુણ્યાં તે તેજલ કીર લગાર,
રે અતીત મુજ પ્રેયસી તણા
અણસારમાત્રથી ઝગે વિશ્વ ચિરકાલ.

જ્યાં ક્ષણક્ષણ અભિનવ કલા ધરંતાં ચંદરવે ચાંદરણાં,
જ્યાં પવન ચામરી મહીં મહેકે પારિજાત મધુવનનાં,
જ્યાં પાય આગળ જ સાત સમંદર બજવી રહે વીણાને,
ત્યાં ધરા તણા શીતલ શયનીયે સુપ્તિ મહીં દરિયાને
મેં લહી, અરે ઋજુ અધરસ્પર્શ મુજ નયનપાંપણે માણું,
શી તૃપ્તિ! નયનને ખોલું ધન્યતા કાજ,
કોઈ નવ
અંચલને સંચાર અરે લહું કોઈ સરે ત્યાં છાનું.
મુજ તૃષિત પ્રાણની એક બિંદુએ
એક બિંદુએ શતગુણ વધે પિયાસ,
રે નયન મહીં શતગુણ વધે પિયાસ,
રે નયન મહીં જલતી જલતી અહરહ સુંદર સહ
રહઃમિલન અભિલાષ.
વિજન અરણ્યે
                  એકાકી હું અહીં?
નહિ.
સહ્યાદ્રિ ડુંગરોમાંહી નૈમિષારણ્ય આ મહા
ઘટાળા વડલા, આંબા, સાગ ને શીમળા સમાં
આભને ઢાંકીને ઊભાં વૃક્ષ જ્યાં કાળથી જૂનાં,
વેલીએ વેલીએ જેહ સંધાયાં છે પરસ્પર.
આભથીયે વળી ઝાઝી ઢંકાઈ છે વસુંધરા,
કેર ને કાશ ને બીજી અડાબીડ વનસ્પતિ
અંગના અંચળા જેવી સોહે છે રંગની ભરી.
ભાનુનો તાપ ના આંહીં, પર્ણોના રંધ્ર માંહીથી
આવતાં કિરણો કેરો વ્યાપ્યો છે શાન્ત વૈભવ.
ઝંઝાના બળથી જે છે અનિરુદ્ધ જગે, અહીં
વાયુએ તે બની નમ્ર મોંઘા દાસત્વને ગ્રહ્યું;
મંદ મંદ ડગે એમાં ભમું હું, સ્વપ્નમાં લહ્યા
વિશ્વની સાંપડી જાણે જાગૃતિ માંહી સિદ્ધિ આ,
મુગ્ધ આનંદની આંખે નિહાળું વન્ય રિદ્ધિ આ,
                  એકાકી હું અહીં? નહિ.

એકાકી તો પણે, સૌની
મધ્યમાં વસવાં તોયે હૈયાનો મેળ ના જ્યહીં.
મને તો કિંતુ લાધ્યો છે રૂડો સાથ અતીતનો,
અબ્ધિ-શા ઉરમાં જેના વહે છે કલ્પનાં જલ,
અનિદ્ર આદિથી જે છે ને જે કોટિ ચક્ષુસ;
સર્વ ઇતિ તણો દ્રષ્ટા કિંતુ ઇતિ ન જેહને,
મને તો સાથ છે એવા જ્ઞાનયોગી અતીતનો,
પગલે પગલે દોરે, દાખવે ભૂમિની કથા.
નાનું આ ઝરણું કેવું!—

થાકેલી જાનકીજીની એણે ધોઈ હતી વ્યથા,
આજેયે સંસ્મરી જેને નર્તે આનંદ પાગલ!
ને જો પેલી શિલા જેની શોભા છે સર્વત્યાગની,
શાન્ત હૈયે ઝીલ્યાં જેણે

પ્રિયાના વિરહે વ્યગ્ર રામનાં નેત્રનાં જલ.
આ ગુહા, જીર્ણતાની જ્યાં ઝરી છે રજ ચોગમ,
જાળાંથી પૂર્ણ, છે ભેજ, અંધારાં છે અવાવર.
એકદા આંહીંથી ઊઠી યજ્ઞના ધૂમ્રની શિખા,
વ્યાપતી’તી દિગંતોમાં, પોતાની ગંધમાં ભરી
રેલાવ્યો’તો જગે જેણે સર્વ કલ્યાણનો ધ્વનિ.
ચરણે ચરણે ન્યાળું યુગના યુગ; આખરી
પેશવાઈ તણી સુણું ગાથા વીરત્વની ભરી,
ફેલાતાં ધસતાં જેણે રોધ્યાં પૂર વિધર્મનાં.
પામવું સ્હેલ ના તેને પામ્યો,

                  એકાકી હું નહિ.
દૂરથી જે જુએ તેને પોતાની મોહિની વડે
આકર્ષે, આવનારાને કાજે ધારી ભયાવહ
કાળનું રૂપ જે ડારે, તેવુંયે ઘોર કાનન
મને તો દાખવે સંધે બન્યો સાકાર સુંદર.
દર્ભમાં ચરતાં ટોળાં કોમળાંગી મૃગો તણાં
ગમે, તેવી ગમે ઘેરી ગર્જના હિંસ્ર પ્રાણીની.
ડાળીએ ડાળીએ ઊડે પંખીના છંદનો રવ,
રેખાળી ગતિમાં કેવું સરે સૌંદર્ય સર્પનું!
દર્શને ભવ્ય છે કોઈ, તો કોઈ સ્પર્શ રમ્ય છે,
કોઈ છે શ્રવણે, કોઈ સ્વાદે, તો કોઈ ગંધથી.
અહો! કેવું અનાયાસે
પંચતત્ત્વો તણું મીઠું પામ્યો છું સાહચર્ય આ!
                  એકાકી હું નહિ નહિ.
સર્વના સંગનો આંહીં નિધિ છે રમણે ચડ્યો
ને તેમાં ખૂટતું કૈં તો
હૈયાના પ્રેમની ગાજી રહે આનંદ-ઘોષણા.