ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માલ-માલદેવ-મુનિમાલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માલ/માલદેવ/મુનિમાલ'''</span> : માલ કે માલમુનિને નામે ૧૯/૨૦ કડીનું ‘મનભમરા-ગીત/ભમરા-ગીતમ્’(લે. ઈ.૧૬૪૫), ૧૦ કડીનું ‘શીલ-ગીત’(લે. ૧૬૪૪), ૪ કડીનું ‘સૂઆ-ગીત’ (લે.સં. ૧૭મી સદી અન...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ‘મારુઢોલાની ચોપાઈ’
|next =  
|next = માલ_મુનિ-૧
}}
}}

Latest revision as of 16:39, 7 September 2022


માલ/માલદેવ/મુનિમાલ : માલ કે માલમુનિને નામે ૧૯/૨૦ કડીનું ‘મનભમરા-ગીત/ભમરા-ગીતમ્’(લે. ઈ.૧૬૪૫), ૧૦ કડીનું ‘શીલ-ગીત’(લે. ૧૬૪૪), ૪ કડીનું ‘સૂઆ-ગીત’ (લે.સં. ૧૭મી સદી અનુ.), ૧૦ કડીની ‘પરનારી પરિહાર-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ‘અંજનાસતી-રાસ/ચોપાઈ (લે.ઈ.૧૬૦૭), ૯૦ કડીની ‘ગયસુકુમાલ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘મહાવીર-સઝાય’ (લે. ઈ.૧૬૪૫), ૧૫ કડીની ‘રાજિમતીનેમ-સઝાય’ (લે.ઈ.૧૬૪૫), ૫૫ કડીનું ‘મૌન એકાદશી-સ્તવન’ (લે. ઈ.૧૬૭૪), ૫/૧૯ કડીનું ‘વૈરાગ્ય-ગીત’, ૭ કડીની ‘આત્મશિક્ષા-સઝાય’, ૧૦ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ મળે છે. તેમના કર્તા કયા માલ/માલમુનિ છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. માલદેવ/મુનિલાલને નામે ૨૮/૩૧ કડીની હિંદી-રાજસ્થાનીની છાંટવાળી, પ્રથમ ૩ કડી દુહામાં અને બાકીની ચોપાઈમાં લખાયેલી ‘જીરણશેઠની સઝાય/મહાવીર-સ્વામીના પારણાનું સ્તવન/મહાવીર સ્વામીનું તપપારણું/વીરપારણા-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ; મુ.), ૫ કડીનું ‘સીમંધરનું પદ’(મુ.) તથા ‘પદમસીપદ્માવતી-ચોપાઈ’ (લે. સં. ૧૮મી સદી) મળે છે. આ કૃતિઓ ભાવદેવશિષ્ય માલદેવની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈસસંગ્રહ(ન.). સંદર્ભ : ૧. કેટલૉગગુરા; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. ડિકૅટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. રાહસૂચી : ૧; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]