ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રતનિયો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રતનિયો'''</span> [ ] : ૨૬ કડીની ‘હૂંડી’(મુ.)ના કર્તા. કૃતિના ભાષાસ્વરૂપ પરથી તેઓ સં. ૧૭મી સદીની આસપાસ થયા હોવાનું અનુમાન થયું છે. ‘રામૈયો રતનિયો’ નામછ...") |
(No difference)
|
Revision as of 04:45, 9 September 2022
રતનિયો [ ] : ૨૬ કડીની ‘હૂંડી’(મુ.)ના કર્તા. કૃતિના ભાષાસ્વરૂપ પરથી તેઓ સં. ૧૭મી સદીની આસપાસ થયા હોવાનું અનુમાન થયું છે. ‘રામૈયો રતનિયો’ નામછાપથી ભવાઈના ગણપતિના વેશના પ્રારંભમાં ગણપતિની સ્તુતિનું પદ (મુ.) મળે છે. ત્યાં કર્તાનામ ‘રતનિયો’ હોવાની સંભાવના છે. આ ‘રતનિયો’ને ‘હૂંડી’ના કર્તા એક જ હશે કે જુદા એ કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. ભવાઈ, સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨ (+સં.); ૨. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪; ૩. ભવાની ભવાઈપ્રકાશ, સં. મુનશી હરમણિશંકર ઘ. , ઈ.-, ૪. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૪૩-‘રતનકૃત નરસિંહ મહેતાની હૂંડી’, ભોગીલાલ સાંડેસરા (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહસ : ૨; ૩. ગુસરસ્વતો. [ચ.શે.]