અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/ઠીબની આછી આંચ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ઠીબની આછી આંચમાં હૂંફાળ ગારનું લીપ્યું ઘર. હિમટાઢા અંધારમાં થી...")
(No difference)

Revision as of 09:27, 24 June 2021

ઠીબની આછી આંચમાં હૂંફાળ ગારનું લીપ્યું ઘર.
હિમટાઢા અંધારમાં થીજ્યું બ્હારનું ચરાચર.
ઓઢણે એકઠા આણી જાત,
ઝીલું મસ જામતી માઝમ રાત.
કોઈની ત્યાં હિલચાલ, હવાને હળવો હેલો લાગે;
ગરમાળાના ઘૂઘરામાં કંકાલની કણસ વાગે.
રહ્યુંસહ્યું ખરતું પીળું પાન,
ઘડીભર
તમરાંના કચવાટથી મુખર બનતું મૂગું રાન.

રાખનો વળ્યો ઘર કહીં તરડાય ને આંખ્યું ઊની.
સોણલાંનો સથવાર પામે ત્યાં રૅણ ન લાગે સૂની.
સૂતાં ને કૂકડે કીધો પ્હોર,
લ્હેર્યું લે ઠાર
ને ફૂટે
કાંટાળિયા અંધારની ડાળે રતૂમડો અંકોર.

(સંકલિત કવિતા, ૧૯૮૩, પૃ. ૪૧૮)