અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દેવજી રા. મોઢા/ચહું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> તને દીકરી! આંહીં એવું બધું તે હતું દુઃખ શું, જવું જ પડ્યું કે વછોડ...")
(No difference)

Revision as of 09:30, 24 June 2021

તને દીકરી! આંહીં એવું બધું તે હતું દુઃખ શું,
જવું જ પડ્યું કે વછોડી ભર્યુંભાદર્યું આ ઘર?
ન મેં, જનનીએ ન, અન્ય સ્વજનેય ઊંચે સ્વર
ન વેણ કહ્યું ચોટ અંતર લગાડી જાયે અશું.

હૂંફાળ ફરતો રહ્યો જનની-હસ્ત તારે શિરે,
રહ્યો વહી વહાલ-સ્રોત મુજ નિત્ય તારા પ્રતિ;
વળી ઉભય બંધુની ભગિની લાડલી તું અતિ :
તું એકસરખી હતી પ્રિય બધે ઘરે-બાહિરે.

તું આંહીં નહિ તોય ટેવ-બળથી તને નામથી
પુકારી ઊઠું ને જઉં પડી બીજી ક્ષણે છોભીલો,
ફરી થઉં સભાન શીઘ્ર તું-અભાવથી, હું ઢીલો
પડું, ઉર-ડૂમો છૂટો મૂકી, ઝરી રહું આંખથી!

ચહું : ઝરી ઝરી ન થાય ઉર મારું ખાલીખમ,
રહે ઝરણ-સિક્ત તારી સ્મૃતિ નિત્ય લીલીછમ!

(અમૃતા, ૧૯૮૨, પૃ. ૨૩)