ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજકીર્તિ-૧ કીર્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજકીર્તિ-૧/કીર્તિ'''</span> [ઈ.૧૪૭૯માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. વિજ્યચંદ્રસૂરિની પરંપરામાં રામચંદ્રના શિષ્ય. ૧૭૮ કડીના ‘આરામશોભા-રાસ’ (ર.ઈ.૧૪૭૯/સં.૧૫૩૫, આસ...")
(No difference)

Revision as of 09:44, 9 September 2022


રાજકીર્તિ-૧/કીર્તિ [ઈ.૧૪૭૯માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. વિજ્યચંદ્રસૂરિની પરંપરામાં રામચંદ્રના શિષ્ય. ૧૭૮ કડીના ‘આરામશોભા-રાસ’ (ર.ઈ.૧૪૭૯/સં.૧૫૩૫, આસો સુદ ૧૫, ગુરુવાર)ના કર્તા. પ્રસ્તુત કૃતિ ‘ઇતિહાસની કેડી’માં ‘કીર્તિ’ નામના કવિને નામે નોંધવામાં આવી છે પરંતુ તે રાજકીર્તિની જ કૃતિ છે. કેમ કે, માત્ર કવિનામના નિર્દેશવાળી પંક્તિ “કર જોડી રાજકીરતિભણિ”ને બદલે “કર જોડી કીરતિ પ્રણમઈ” એમ મળે છે જેને આધારે તે ‘કીર્તિ’ નામના કવિની હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. બાકી આખી કૃતિ સમાન છે. સંદર્ભ : ૧. આરામશોભારાસ, સં. જયંત કોઠારી, કીર્તિદા જોશી, ઈ.૧૯૮૩; ૨. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫;  ૩. જૈમગૂકરચનાએં : ૧.[કી.જો.]