ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજવિજ્ય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજવિજ્ય-૧'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં જસવિજ્યના શિષ્ય. કવિ શિવદાસકૃત ‘કામાવતીની કથા’નું અનુસરણ કરતો ૩૮ ઢાળનો ‘...")
(No difference)

Revision as of 09:50, 9 September 2022


રાજવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં જસવિજ્યના શિષ્ય. કવિ શિવદાસકૃત ‘કામાવતીની કથા’નું અનુસરણ કરતો ૩૮ ઢાળનો ‘શીલસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૫૩/સં. ૧૭૦૯, આસો સુદ ૧૦; રવિવાર), ૭ ઢાળનો ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૮૦) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથની સ્તુતિ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજ્યજી, સં. ૧૯૯૩. સંદર્ભ : ૧. કામાવતીની કથાનો વિકાસ અને કવિ શિવદાસકૃત ‘કામાવતી’ની વાર્તા, પ્રવીણ અ. શાહ, ઈ.૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]