ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામવિજ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામવિજ્ય'''</span> : આ નામે મૂળ સંસ્કૃત રચના ‘ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર-અષ્ટમપર્વ-અરિષ્ટનેમિજિનચરિત્ર’નો સ્તબક (ર.ઈ.૧૭૬૮), ૨૭ કડીની ‘ત્રણતત્ત્વ-સઝાય’ (લે.ઈ.૧૮૧૩),...")
(No difference)

Revision as of 05:18, 10 September 2022


રામવિજ્ય : આ નામે મૂળ સંસ્કૃત રચના ‘ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર-અષ્ટમપર્વ-અરિષ્ટનેમિજિનચરિત્ર’નો સ્તબક (ર.ઈ.૧૭૬૮), ૨૭ કડીની ‘ત્રણતત્ત્વ-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૯ કડીનું ‘ઉત્તરાધ્યાયન-સૂત્ર ૩૬ અધ્યયન ૩૬ ભાસ’ (લે.ઈ.૧૮૨૮), ૬ કડીનું ‘ગોડીજિન-સ્તવન’(મુ.), ૯ કડીની ‘નિદ્રાની સઝાય’(મુ.), ૧૩ કડીની ‘રુક્મિણીની સઝાય’(મુ.), ૧૧ કડીની ‘વિજ્યક્ષમાસૂરિ-સઝાય’, ૯/૧૦ કડીનું ‘વિજ્યધર્મસૂરિગીત/સઝાય’, ૨૦ ગ્રંથાગ્રનું ‘શીતલજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૨૧) અને નેમરાજુલ, આદિજિન, પંચાસરા, પાર્શ્વનાથ વગેરેને વિષય બનાવતી સઝાયો મળે છે. વાચક ‘રામ-વિજ્ય’ને નામે ૯ કડીની ‘ગહૂંલી’(મુ.), ૯ કડીનું ‘ગિરનારભૂષણ નેમનાથનું સ્તવન’(મુ.) અને ૯ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’(મુ.) મળે છે. તપગચ્છની ગુરુપરંપરાને અનુલક્ષી ૧૧ કડીની ‘વિજ્યક્ષમાસૂરિ-સઝાય’, ૯/૧૦ કડીની ‘વિજ્યધર્મસૂરિ-ગીત/સઝાય’ તથા ‘ત્રિષષ્ટિ સલાકાપુરુષચરિત્ર-અષ્ટમપર્વ-અરિષ્ટનેમિજિનચરિત્રનો સ્તબક’ના કર્તા તપગચ્છના રંગવિજયના શિષ્ય રામવિજ્ય હોવાની શક્યતા છે. ‘વાચક રામવિજ્ય’ને નામે મળતી કૃતિઓના કર્તા સુમતિવિજ્યશિષ્ય રામવિજ્ય હોવાની શક્યતા છે. અન્ય કૃતિઓના કર્તા કયા રામવિજ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જિસ્તકાસંદોહ : ૨; ૪. જૈકાપ્રકાશ : ૧; ૫. જૈકાસંગ્રહ; ૬. પ્રાસ્તસંગ્રહ; ૭. રત્નસાર : ૨; ૮. લઘુ ચોવીશી વીશી સંગ્રહ, પ્ર.શા. કુંવરજી આણંદજી, ઈ.૧૯૩૯; ૯. સિસ્તવનાવલી. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]