ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીવિનય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મીવિનય'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના ગચ્છમાં લઘુખરતર શાખાના અભયમાણિક્યના શિષ્ય. ૪ ખંડમાં વિભક્ત, અભયકુમાર નામક બુદ્ધ...")
(No difference)

Revision as of 10:01, 10 September 2022


લક્ષ્મીવિનય [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના ગચ્છમાં લઘુખરતર શાખાના અભયમાણિક્યના શિષ્ય. ૪ ખંડમાં વિભક્ત, અભયકુમાર નામક બુદ્ધિશાળી અમાત્યની ૪ પ્રકારની બુદ્ધિની કથા નિરૂપતી ‘અભયકુમાર મહામંત્રીશ્વર-રાસ’ (ર.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦, ફાગણ સુદ ૫; મુ.) તથા ‘ભુવનદીપક’ પર બાલાવબોધ (ર.ઈ.૧૭૧૧)ના કર્તા. જુઓ લક્ષ્મીવિજ્ય. કૃતિ : અભયકુમાર મહામંત્રીશ્વરનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [કા.શા.]