ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીસાગર સૂરિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મીસાગર(સૂરિ)'''</span> : આ નામે ૫૮ કડીનો ‘વસ્તુપાલ તેજપાલ-રાસ’(મુ.) મળે છે. ‘જૈન ગૂર્જર કવિઓ’ એ ઈ.૧૪૬૨માં જેમને સૂરિ પદ મળ્યું એ લક્ષ્મીસાગરની આ કૃતિ માની છે. પણ બ...")
(No difference)

Revision as of 10:01, 10 September 2022


લક્ષ્મીસાગર(સૂરિ) : આ નામે ૫૮ કડીનો ‘વસ્તુપાલ તેજપાલ-રાસ’(મુ.) મળે છે. ‘જૈન ગૂર્જર કવિઓ’ એ ઈ.૧૪૬૨માં જેમને સૂરિ પદ મળ્યું એ લક્ષ્મીસાગરની આ કૃતિ માની છે. પણ બીજા મલધારગચ્છના લક્ષ્મીસાગર ઈ.૧૪૯૨-૧૫૫૬ દરમ્યાન થઈ ગયા છે. આ કૃતિ કયા લક્ષ્મીસાગરની છે તે સ્પષ્ટ કહી શકાય એમ નથી. એ સિવાય ૫ કડીની ‘બાવીસ અભક્ષ્ય અનન્તકાવ્ય-સઝાય’ (લે.સં. ૧૯મી સદી) આ નામે ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’માં નોંધાયેલી છે, પરંતુ તે કૃતિ લક્ષ્મીરત્નની હોવાની સંભાવના છે. કૃતિ : જૈન સાહિત્ય સંશોધક, સં. શ્રી જિનવિજ્ય, ઈ.૧૯૨૮ (+સં.). સંદર્ભ : ૧. ગુસામધ્ય; ૨. મરાસસાહિત્ય;  ૩. ફાત્રૈમાસિક, જાન્યુ. જૂન ૧૯૬૭-‘ગુજરાતી જૈનસાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૪. એજન, જાન્યુ. માર્ચ ૧૯૭૧-‘ગુજરાતી જૈન સાહિત્ય-રાસ સન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૫. જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]