ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાભસાગર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાભસાગર'''</span> [ઈ.૧૬૧૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. રવિસાગરના શિષ્ય. વિજ્યદેવસૂરિના સમકાલીન. ૩૧ કડીના ભુજંગીની દેશીમાં લખાયેલા ‘પાર્શ્વજિન-સ્તવન-ભુજંગપ્રયાત છ...")
(No difference)

Revision as of 10:32, 10 September 2022


લાભસાગર [ઈ.૧૬૧૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. રવિસાગરના શિષ્ય. વિજ્યદેવસૂરિના સમકાલીન. ૩૧ કડીના ભુજંગીની દેશીમાં લખાયેલા ‘પાર્શ્વજિન-સ્તવન-ભુજંગપ્રયાત છંદોબદ્ધ’ (મુ.)ના કર્તા. ઈ.૧૬૧૫માં સ્વર્ગવાસ પામેલા વિજ્યદેવસૂરિના જીવનકાળ દરમ્યાન આ કૃતિ રચાઈ છે એટલે કવિ એ સમયમાં થઈ ગયા હોવાનું કહી શકાય. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૨-‘શ્રી લાભસાગરકૃત પાર્શ્વજિન-સ્તવન’, સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.). સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]