ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલજી-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાલજી-૧'''</span> [જ.ઈ.૧૭૧૦] : પ્રશ્નોરા નાગર. ધોલેરા બંદર પાસેના નાનીબારુ ગામમાં જન્મ. પિતા કુંવરજી. અવટંકે શુકલ. અત્યારે ઉપલબ્ધ થતી કવિની એકમાત્ર કૃતિ ૪૭ કડીનો ગરબો(...") |
(No difference)
|
Revision as of 10:36, 10 September 2022
લાલજી-૧ [જ.ઈ.૧૭૧૦] : પ્રશ્નોરા નાગર. ધોલેરા બંદર પાસેના નાનીબારુ ગામમાં જન્મ. પિતા કુંવરજી. અવટંકે શુકલ. અત્યારે ઉપલબ્ધ થતી કવિની એકમાત્ર કૃતિ ૪૭ કડીનો ગરબો(મુ.) પ્રશ્નોરા નાગરોની પ્રાચીનતમ પદ્યચના ગણાય છે. કૃષ્ણભક્તિ અને માતાની ભક્તિનો સમન્વય કરતી રચના તરીકે પણ એ ધ્યાનાર્હ છે. નવરાત્રિમાં ગરબા ગાવા નીકળેલી ગોપીઓ સાથે રહેલા બાળકૃષ્ણ પોતાનું પુરુષરૂપ છોડી શક્તિનું રૂપ ધારણ કરી કેવી રીતે ગોકુળ વાસીઓ અને જસોદાના મન હરી લે છે એનું આલેખન કવિએ એમાં કર્યું છે. કૃતિ : અહિચ્છત્ર કાવ્યકલાપ, સં. દયાશંકર ભા. શુક્લ, ઈ.૧૯૧૪ (+સં.). સંદર્ભ : મારા અક્ષરજીવનનાં સ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ.૧૯૪૪. [શ્ર.ત્રિ.]