અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિનુ મઝુમદાર/શ્યામ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> મેશ ન આંજું, રામ! લેશ જગ્યા નહીં, હાય સખીરી! નયન ભરાયો શ્યામ. એક ડર...") |
(No difference)
|
Revision as of 11:41, 24 June 2021
મેશ ન આંજું, રામ!
લેશ જગ્યા નહીં, હાય સખીરી! નયન ભરાયો શ્યામ.
એક ડરે રેખ ન ખેંચું ભલે હસે વ્રજવામ,
રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ. — મેશ.
કાળાં કરમનો કાળો મોહન કાળું એનું નામ,
કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ. — મેશ.
(નિરમાળ, ૧૯૬૬, પૃ. ૧૦૦)