અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રુસ્વા મઝલૂમી/તીર્થધામ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> દિલને તો માત્ર તારી મહોબતનું કામ છે, જન્નતને શું કરું, એ ખયાલી મુ...") |
(No difference)
|
Revision as of 11:47, 24 June 2021
દિલને તો માત્ર તારી મહોબતનું કામ છે,
જન્નતને શું કરું, એ ખયાલી મુકામ છે.
રહેમતની આવી શાન હતી ક્યારે આ પ્રથમ?
આપો દુઆ ગુનાહને કે આ દમામ છે.
દિલમાં ન યાદ હો કે ન આંખોમાં ઇન્તેજાર;
એવું જીવન શું! એવું મરણ પણ હરામ છે!
યાત્રા તરી લે આવી અહીં ચારે ધામની;
ઓ સંત! મયકદામાં બધાં તીર્થધામ છે!
મસ્તાનનું શું પૂછવું રુસ્વા થયા પછી;
મિત્રોમાં આજ મોખરે એનું જ નામ છે.
(મદિરા, પૃ. ૪૮)