ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વચ્છરાજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વચ્છરાજ'''</span> : આ નામે ૧૬૦ કડીની ‘મદનજૂઝ’ (ર.ઈ.૧૫૩૩) તથા ૧૫૭૩ ગ્રંથાગ્રનું ‘સંગ્રહણી પ્રકરણ-સ્તબક’ મળે છે. આ કયા વચ્છરાજ છે તે નક્કી થઈ શકતું નથી. ‘મુનિરજશ્રી પુણ...")
(No difference)

Revision as of 15:56, 11 September 2022


વચ્છરાજ : આ નામે ૧૬૦ કડીની ‘મદનજૂઝ’ (ર.ઈ.૧૫૩૩) તથા ૧૫૭૩ ગ્રંથાગ્રનું ‘સંગ્રહણી પ્રકરણ-સ્તબક’ મળે છે. આ કયા વચ્છરાજ છે તે નક્કી થઈ શકતું નથી. ‘મુનિરજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહત ગુજરાતી હસ્તપ્રતસૂચી’એ ‘સંગ્રહણીપ્રકરણ-સ્તબક’ વચ્છરાજ-૧ની હોવાની સંભાવના વ્યક્ત કરી છે. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]