વસુધા/તુજ પગલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તુજ પગલી| }} <poem> તુજ પગલી ઢૂંઢંતાં પ્રભુજી :: ભમુંભમું હું ગલી ગલી! :: જગતનગરની ગલીગલી! ગગનભુવનની શેરીશેરીએ, તેજતિમિરની દેરીદેરીએ, :: રખડું ભટકુ ગલી ગલી! જગતo અંબરચુંબી મહેલ મેડીએ,...")
(No difference)

Revision as of 10:31, 14 September 2022

તુજ પગલી

તુજ પગલી ઢૂંઢંતાં પ્રભુજી
ભમુંભમું હું ગલી ગલી!
જગતનગરની ગલીગલી!

ગગનભુવનની શેરીશેરીએ,
તેજતિમિરની દેરીદેરીએ,
રખડું ભટકુ ગલી ગલી! જગતo

અંબરચુંબી મહેલ મેડીએ,
ઘન વનવનની ગીચ કેડીએ,
તલસત ભટકું ગલી ગલી! જગતo

કોમળ કોળત તરુ કૂંપળિયે,
પરિમલ પૂર્યા પુષ્પ પગથિયે,
અથડું ભટકું ગલી ગલી! જગતo

મનમનની હોરી વલ્લરીએ,
જનજનની અંતર ઓસરીએ,
મૂર્છિત ભટકું ગલી ગલી! જગતo