વસુધા/સાંજે જ્યારે–: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાંજે જ્યારે–|}} <poem> ઉપવનવિષે સાંજે જ્યારે હવા હસતી હતી, અલકલટમાં તારી વેણી કશી લસતી હતી! નભપટ પરે સંધ્યા કરી છટા અનઘા હતી, તુજ વદનના વ્યોમે આશાઘટા સઘના હતી! પવનઝડપે પાણી ડોલ્...") |
(No difference)
|
Revision as of 11:37, 14 September 2022
સાંજે જ્યારે–
ઉપવનવિષે સાંજે જ્યારે હવા હસતી હતી,
અલકલટમાં તારી વેણી કશી લસતી હતી!
નભપટ પરે સંધ્યા કરી છટા અનઘા હતી,
તુજ વદનના વ્યોમે આશાઘટા સઘના હતી!
પવનઝડપે પાણી ડોલ્યાં, નદી મલકી પડી,
અલસ તરણી જાગી, ખુલે સઢે નિકળી પડી.
પૃથલ ઉરને સાળુ ડોલ્યો, ડગ્યો શશી વ્યોમમાં,
નયન છટક્યાં, વીધી હૈયાં વન્યાં સહુ ભોમનાં.
ઉર ભટકતું થાકી બેઠું અકેલું અટૂલું ત્યાં
ઝડપ ઝબક્યું જોતું બેઠું દ્રવંત સ્વરક્તને. ૧૦
‘શર અણદિઠાં કેનાં કારી?’ વિચારતું વિસ્મયે,
અધિક અટુલું મૃત્યુકેરે પડ્યું જઈ સંશ્રયે.
નભઘન વિષે સંધ્યા પિઢી, હસી નહિ તારિકા,
મૃત ઉર લિયે હાવાં થાતી નહિ અભિસારિકા.