કાવ્યમંગલા/सत्यं शिवं सुन्दरम्: Difference between revisions
Jump to navigation
Jump to search
(શાર્દુલવિક્રીડિત)
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|सत्यं शिवं सुन्दरम्|}} <poem> <center>(શાર્દુલવિક્રીડિત)</center> વિશ્વે વિશ્વ થયાં ખડાં પ્રથમત: આધાર જેનો લઈ, ને વ્યાપી વિલસી નસેનસ રહ્યો સર્વત્ર જે પ્રાણ શું, સૃષ્ટિઓ પલટે, મટે, પણ ટકે અ...") |
(No difference)
|
Revision as of 07:11, 15 September 2022
सत्यं शिवं सुन्दरम्
વિશ્વે વિશ્વ થયાં ખડાં પ્રથમત: આધાર જેનો લઈ,
ને વ્યાપી વિલસી નસેનસ રહ્યો સર્વત્ર જે પ્રાણ શું,
સૃષ્ટિઓ પલટે, મટે, પણ ટકે અંતે બધાને ય જે,
જેનાં બુદબુદ શાં જગત્ વિહરતાં તે સત્યમૂર્તિ પ્રભુ.
વારંવાર સમુદ્ર આ ઉછળતો સંક્ષુબ્ધ, તોફાનના
નાદો ઘોર ચડે નભે. ગડગડાટે વિશ્વ મૂર્છા લહે,
ન્યાળી ચેતનવંત સૌમ્ય નજરે સંઘટ્ટનો વિશ્વનાં,
વા રી વારી મુકે થે શિવતણે કલ્યાણમૂર્તિ પ્રભુ .
ને આ સૃષ્ટિ લસે, હશે પ્રભુતણે સ્પર્શે, કૃપા નીતરે,
ખીલે ત્યાં રસફુલ્લ વાડી ભવની, સ્ત્રોન્દર્યસ્ત્રોતો ઝરી
ઠામેઠામ વહે સુકે, કલુષિતે, અંધારઘેરે જઈ,
સ્પર્શી જીવન નવ્ય ભવ્ય પ્રગટે સૌન્દર્યમૂર્તિ પ્રભુ.
સત્યે સ્થાપી, ઉછેરીને શિવ થકી, સૌન્દર્યધારે રસે,
વંદું એ ત્રિવિધે લસંત વિભુને सत्यं शिवं सुन्दरम्
(ઓક્ટોબર,૧૯૩૦)