કાવ્યમંગલા/પગલાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પગલાં|}} <poem> દરિયાને તીર એક રેતીની ઓટલી ::: ઊંચી અટૂલી અમે બાંધી જી રે, પગલું તે એક એક પાડે મહેમાન એમ ::: રામજીની આણ અમે દીધી જી રે. પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ, ::: પગલું સોના...") |
(No difference)
|
Revision as of 07:47, 15 September 2022
પગલાં
દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊંચી અટૂલી અમે બાંધી જી રે,
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.
પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનાનું એક પાડજો જી રે,
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.
બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું રૂપાનું એક પાડજો જી રે,
પગલામાં વાત લાખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.
ત્રીજા મહેમાન તમે, આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે,
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.
ધીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી રે,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.
(૩૧ જુલાઈ૧૯૩૧)