કાવ્યમંગલા/તલાવણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તલાવણી|}} <poem> :::તળાવને કાંઠે રહેતી તલાવણી, ::: ગાતી ગોવિંદની લાવણી, તળાવણી રે રહેતી તળાવને કાંઠડે. દુનિયાનાં શ્હેર મ્હેલ આઘાં ભલે રિયાં, ::: મીઠાં તળાવ મારે લહેરિયાં. તલાવણી......")
(No difference)

Revision as of 10:05, 15 September 2022

તલાવણી

તળાવને કાંઠે રહેતી તલાવણી,
ગાતી ગોવિંદની લાવણી,
તળાવણી રે રહેતી તળાવને કાંઠડે.
દુનિયાનાં શ્હેર મ્હેલ આઘાં ભલે રિયાં,
મીઠાં તળાવ મારે લહેરિયાં. તલાવણી...
આ રે તળાવડી સૂકી ભરેલી,
મારે હૈડે એ ઠરેલી. તલાવણી...
ભરી તળાવડીમાં પીએ સૌ ઢોરાં,
સૂકીમાં ખેલશે છોરાં. તલાવણી...
દુનિયામાં કાળ રે મોતીની વાવણી,
મારે કાયમની નીંદણી. તલાવણી...
દુનિયાને ઘેર ફૂલમોતીની છાબડી,
મારે શકોરું ને રાબડી. તલાવણી....
દુનિયાના મહેલ ભલે આભલાને બાઝિયા,
મારે તો ઝૂંપડા છાજિયાં. તલાવણી...
દુનિયાને ઘેર ભલે મખમલ સુંવાળી,
મારે પરાળની પથારી. તલાવણી...
દુનિયાનાં સુખદુઃખ મારે શા કામનાં,
મારે ગાવાં ગાણાં રામનાં. તલાવણી...
આ રે જનમ હું જનમી તલાવણી,
હું સીમસેઢાની રાણી. તળાવણી...

(૧૦ ઓગસ્ટ, ૧૯૩૨)