અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘નૂરી’/ન મળી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> અમે જે કલ્પી હતી એવી જિંદગી ન મળી, બધી જગાએ આ દુનિયામાં લાગણી ન મળ...") |
(No difference)
|
Revision as of 15:44, 24 June 2021
અમે જે કલ્પી હતી એવી જિંદગી ન મળી,
બધી જગાએ આ દુનિયામાં લાગણી ન મળી.
એ ઘરની વાત જવા દો, એ ઘર મળે ક્યાંથી?
કે જેની શોધ હતી, એ મને ગલી ન મળી!
કરી ગયા અમે રસ્તા પસાર અંધારે,
જરૂર અમને પડી ત્યારે રોશની ન મળી.
સમય ઉપર તો ઉઠાવો સમયનો લાભ જરા,
કે તક ગુમાવવા કેડે, મળી મળી ન મળી.
અહીં અમારું જીવન ખોટનો છે સરવાળો,
અને જગતમાં જુઓ તો કશી કમી ન મળી.
ખોલી ઊઠે છે તો થઈ છે એ આકર્ષક,
અહીં તો સાદી કળીમાંય સાદગી ન મળી.
જીવન તો પ્રેમમાં પૂરું થઈ ગયું, ‘નૂરી’!
અને આ આંખ પરસ્પર હજુ લગી ન મળી!
(અવસર, ૧૯૬૮, પૃ. ૧૦૯)