ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનીતવિજય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનીતવિજય-૧'''</span> [ઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાનંદસૂરિની પરંપરામાં પ્રીતિવિજયના શિષ્ય. વિજયમાનસૂરિ (જ.ઈ.૧૬૫૧-અવ. ઈ.૧૭૨૪)ના સમકાલીન. ૧૨૫ કડીના ‘૧૨૪...")
(No difference)

Revision as of 09:03, 16 September 2022


વિનીતવિજય-૧ [ઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાનંદસૂરિની પરંપરામાં પ્રીતિવિજયના શિષ્ય. વિજયમાનસૂરિ (જ.ઈ.૧૬૫૧-અવ. ઈ.૧૭૨૪)ના સમકાલીન. ૧૨૫ કડીના ‘૧૨૪ અતિચારમય શ્રી મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, આસો સુદ ૧૩), ૭૯ કડીના ‘ચોવીસ દંડક વિચારમયવીરજિન-સ્તવન’ (ર.સં. સાયર દ્વિજકર ગુણ નભમાસ, સુદ ૩, ગુરુવાર), અને પર્યુષણપર્વને લગતાં ૩-૩ કડીનાં કેટલાંક ચૈત્યવંદનો(મુ.)ના કર્તા. કૃતિ : સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. હૈજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]