ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વેલા બાપા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વેલા(બાપા)'''</span> [ ] : સંતકવિ. જ્ઞાતિએ કોળી. જૂનાગઢ બાજુના વતની હોવાની સંભાવના. તેઓ વાઘનાથના શિષ્ય હોવાનું સમજાય છે. એમના જીવનમાં બનેલા અનેક ચમત્કાર નોંધાયા છે. ત...")
(No difference)

Revision as of 16:25, 16 September 2022


વેલા(બાપા) [ ] : સંતકવિ. જ્ઞાતિએ કોળી. જૂનાગઢ બાજુના વતની હોવાની સંભાવના. તેઓ વાઘનાથના શિષ્ય હોવાનું સમજાય છે. એમના જીવનમાં બનેલા અનેક ચમત્કાર નોંધાયા છે. તેમનાં જૂનાગઢમાં સં. ૧૯૯૭માં ‘હિંદવાણું રાજ’ સ્થપાશે એવી ભવિષ્યવાણી ઉચ્ચારતું ૬ કડીનું ‘આગમ’(મુ.) તથા ૭ કડીનું વૈરાગ્યબોધનું પદ(મુ.) એમ ૨ પદ મળે છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૨. સોરઠી સંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ની આ. (+સં.).[શ્ર.ત્રિ.]